Commissioner of Cottage Industries

કચેરી વિશે

રાજ્યની ૭૦ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. હાલમાં શિક્ષિત બેરોજગારોને રોજી આપવાનો જટિલ પ્રઁ છે. રાજ્યમાં અંદાજીત ૮ થી ૯ લાખ જેટલા શિક્ષિત બેરોજગારો રોજગાર કચેરીમાં રોજગારી મેળવવા નોંધાયેલ છે. આ ઉપરાંત પણ ગણાં શિક્ષિત અશિક્ષિત બેરોજગારો નોંધાયેલા સિવાયના પણ છે. આવા શિક્ષિત બેરોજગારો કારીગરોને વિપુલ પ્રમાણમાં ઓછા મૂડી રોકાણમાં રોજગારી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે : કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કુટિર અને ગ્રામોદ્યોગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબાની જિલ્લા કક્ષાની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોની કચેરીઓ, કુટિર ઉદ્યોગ હસ્તકના તાલીમ કેન્દ્રો મારફતે થઈ રહેલ છે.

કુટિર ઉદ્યોગ હસ્તક વ્યક્તિગત ધોરણે સ્વરોજગારી લક્ષી તેમજ ઔદ્યોગિક સહકારી મંડળીઓ દ્વારા કારીગરોના સમુહને રોજગારી આપવાની યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત તાલીમ સંસ્થાઓ મારફતે અને નિયમો મારફતે જુદા જુદા ટ્રેડ હેઠળ તાલીમ આપવાની તેમજ નવી ટેક્નોલોજી આધારિત કારીગરોની કૌશલ્યતામાં વધારો કરવા પ્રત્યક્ષ નિદર્શન યોજના વગેરે બાબતોની યોજનાઓ પણ અમલમાં છે.

English Version