Right To Information Act 2005

પ્રકરણ - ૧
વ્યાખ્યાઓ

માહિતી અધિકાર અધિનિયમ ર૦૦પ માં પ્રયોજવામાં આવેલ અગત્યના કેટલાંક શબ્દ પ્રયોગની વ્યાખ્યાઓ.

(ક) ‘‘સમુચિત સરકાર’’ એટલે :-

  1. કેન્દ્ર સરકાર અથવા સંઘ રાજય ક્ષેત્ર વહીવટ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રુપે મોટા પાયે ધિરાણ મેળવેલ જાહેર સત્તા મંડળ સંબંધમાં, કેન્દ્ર સરકાર:
  2. રાજય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ, રચાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રુપે મોટાપાયે ધિરાણ મેળવેલ જાહેર સત્તામંડળના સબંધમાં, રાજય સરકાર.

(ચ) ‘‘સક્ષમ સત્તાધિકારી’’ એટલે :-

  1. લોકસભાના અથવા રાજય વિધાનસભાના અથવા એવી વિધાનસભા ધરાવતા સંઘ રાજયક્ષેત્રના કિસ્સામાં અધ્યક્ષ અને રાજયસભા અથવા રાજય વિધાન પરિષદના કિસ્સામાં અધ્યક્ષ.
  2. ઉચ્ચત્તમ ન્યાયાલયના કિસ્સામાં , ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ,
  3. ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ,
  4. સંવિધાનથી અથવા તે હેઠળ સ્થપાયેલા અથવા રચાયેલા બીજા સત્તામંડળોના કિસ્સામાં, રાષ્ટ્રપતિ અથવા રાજયપાલ,
  5. સંવિધાનની કલમર૩૯ હેઠળ નિમાયેલા વહીવટદાર.

(છ) ‘‘માહિતી’’ એટલે રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઇમેઇલ, અભિપ્રાયો, સલાહ, અખબારીયાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડલ્સ, કોઇ ઇલેકટ્રોનિક સ્વરુપમાં માહિતી સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ કોઇ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઇ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઇપણ સ્વરુપમાં કોઇપણ સામગ્રી,

(ઝ) ‘‘જાહેર સત્તામંડળ’’ એટલે :-

(ક) સંવિધાનથી અથવા તે હેઠળ,
(ખ) સંસદે કરેલા કોઇ બીજા કાયદાથી,
(ગ) રાજય વિધાનમંડળે કરેલા બીજા કોઇ કાયદાથી,
(ઘ) સમૂચિત સરકારે બહાર પાડેલા કોઇ જાહેરનામાથી અથવા કરેલા કોઇ હુકમથી, સ્થાપેલ અથવા રચેલ કોઇ સત્તામંડળ અથવા મંડળ અથવા સ્વરાજયની સંસ્થા અને તેમાં, સમુચિત સરકારે પૂરા પાડેલ ફંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે.

  1. માલિકીના નિયંત્રણ અથવા મોટા પાયે ધિરાણ મેળવેલ મંડળ,
  2. મોટા પાયે ધિરાણ મેળવતા બિન સરકારી સંગઠનનો, પણ સમાવેશ થાય છે.

(ટ) ‘‘રેકર્ડ’’માં નીચેનાનો સમાવેશ થાય છે :-

(ક) કોઇ દસ્તાવેજ, હસ્તપ્રત અથવા ફાઇલ.
(ખ) કોઇ દસ્તાવેજની માઇક્રોફિલ્મ, માઇક્રોફીશ અથવા ફેસીમાઇલ નકલ,
(ગ) આવી માઇક્રોફિલ્મમાં સમાવિષ્ટ પ્રતિકૃતિ અથવા પ્રતિકૃતિઓની (મોટી કરેલી હોય કે ન હોય તો પણ) કોઇ નકલ; અને
(ઘ) કોમ્પ્યુટર અથવા બીજા કોઇ સાધનથી રજૂ કરેલી કોઇ સામગ્રી.

(ઠ) ‘‘માહિતીનો અધિકાર’’ એટલે આ અધિનિયમ હેઠળ કોઇ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં :-

  1. કામકાજ દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના,
  2. દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઉતારા અથવા પ્રમાણિત નકલો લેવાના,
  3. સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના,
  4. ડિસ્કેટસ, ફલોપી, ટેપ, વિડીયો કેસેટના સ્વરુપમાં અથવા બીજા કોઇ ઇલેકટ્રોનિક પધ્ધતિ અથવા જયારે આવી માહિતી કોઇ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઇ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના, અધિકારનો સમાવેશ થાય છે.

(ડ) ‘‘રાજય માહિતી પંચ’’ એટલે કલમ૧પ ની પેટા કલમ(૧) હેઠળ રચાયેલું રાજય માહિતી પંચઃ

(ઢ) ‘‘રાજયના મુખ્ય માહિતી કમિશ્નર’’ અને ‘‘રાજયના માહિતી કમિશ્નર’’ એટલે કલમ ૧પ ની પેટાકલમ(૩) હેઠળ નીમાયેલ રાજયના મુખ્ય માહિતી કમિશ્નર અને રાજયના માહિતી કમિશ્નર.

(ત) ‘‘રાજયના જાહેર માહિતી અધિકારી’’ એટલે કલમ પ ની પેટા કલમ(૧) હેઠળ મૂકરર કરેલ રાજયના જાહેર માહિતી અધિકારી અને તેમાં પેટા કલમ(ર) હેઠળ એવા રાજયના મદદનીશ જાહેર માહિતી અધિકારીનો પણ સમાવેશ થાય છે.

(થ) ‘‘ત્રાહિત પક્ષકાર’’ એટલે માહિતી માટે વિનંતી કરનાર નાગરિક સિવાયની કોઇ વ્યકિત અને તેમાં જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.