પ્રકરણ ૨ સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

૨.૧ જાહેર તંત્ર ઉદ્દેશ /હેતુ

ઉદ્યોગ અને ખાણ વિભાગનો ઉદ્દેશ ગુજરાત રાજયમાં ઉદ્યોગો, કુટિર ઉદ્યોગો, ખાણ અને ખનિજ ઉદ્યોગો, પ્રવાસન તેમજ નાગરિક ઉડૃયનને ઉત્ત્તેજન આપવાનો, રાજયમાં ઔદ્યોગીકરણ સુયોગ્ય રીતે થાય તે માટે નીતિઓ ઘડવાનું અને વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કામગીરી ઉપર દેખરેખ રાખવાનો છે.

ર.ર જાહેર તંત્રનું મિશન/દુરંદેશીપણું (વિઝન)

ઔદ્યોગિક વિકાસમાં રાજયને એશિયામાં અગ્રસ્થાન અપાવવું અને વૈશ્વિકસ્તરે રાજયના ઉદ્યોગો સ્પર્ધાત્મક બને તે સુનિશ્ચિત કરવું.

૨.૩ જાહેર તંત્રનો ટૂંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ.

સચિવાલયના વિવિધ વિભાગો પૈકીના એક વિભાગ ઉદ્યોગ અને ખાણ વિભાગ છે જે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થયેલ વિચારણા મુજબ રચવામાં આવેલ છે.

૨.૪ જાહેર તંત્રની ફરજો.

હાલના તબકકે ઉદારીકરણ અને વૈશ્વિકરણના સંદર્ભમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કોઇ બાબતો માટે મંજૂરી, નાવાંધા પ્રમાણપત્ર, પરમિટ વિગરે આપવાના રહેતાં નથી, પરંતુ રાજયમાં સમગ્રતઃ ઉપર દર્શાવેલ ઉદ્યોગો સ્થપાય, તે દ્વારા વધુ અને વધુ વ્યકિતઓને રોજગારી મળે અને રાજયનો આર્થિક અને ઔદ્યોગીક વિકાસ થાય તે સુનિશ્ચત કરવાની ફરજ આ વિભાગની છે. આ માટે વિભાગ દ્વારા મહદ્અંશે નીતિવિષયક કામગીરી દ્વારા આવા વિકાસની ખાતરી કરવાની ફરજ બની રહે છે.

૨.૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ કાર્યો.

મુખ્ય પ્રવૃત્તિ અને કાર્યો નીચે મુજબ છે :-

  • ઉદ્યોગ નીતિ/પ્રવાસન નીતિ/ ખાણ અને ખનિજ નીતિ તેમજ કુટિર ઉદ્યોગ નીતિ ઘડવી અને તેમાં આવશ્યક સુધારાવધારા કરવા તેમજ તે હેઠળ જરૂરી યોજનાઓ બનાવવી.
  • સ્પેશીયલ ઇકોનોમીક ઝોન અધિનિયમ, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ અધિનિયમ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અધિનિયમ, મુંબઇ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ અધિનિયમ તેમજ તેને આનુંષંાગિક નિયમો, વિનિયમો વિગેરે ઘડવા અને તેનો અમલ કરાવવો.
  • મુખ્ય ખનિજ માટે સંશોધન કરવાની મંજૂરી તેમજ ખાણ સંબંધિત(માઇનીંગ) લીઝની મંજૂરી આપવાનું કાયર્, ગૌણ ખનિજ નિયમો ઘડવા અને ગૌણ ખનિજ સંબંધિત રિવીઝન અરજીઓ સાંભળવાનું અને નિકાલ કરવાનું કાર્ય.
  • વિભાગ હસ્તકના ખાતાઓના વડાઓની કચેરીઓ તેમજ વિવિધ બોર્ડ કોર્પોરેશનની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને યોગ્ય તબકકે સલાહસૂચનો/ આદેશો આપવા.
  • વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓને સંબંધિત સેવા વિષયક કામગીરીઓ, અંદાજપત્ર સંબંધી કામગીરી તેમજ આનુષંગિક કામગીરી

૨.૬ જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ.

આ વિભાગ દ્વારા ઉપર દર્શાવેલ પ્રવૃત્તિઓ અને કાર્યો હાથ ધરવામાં આવે છે પરંતુ સીધી રીતે કોઇ સેવાઓ અત્રેથી અપાતી નથી. વિભાગે નકકી કરેલ નીતિઓનેા અમલ કરી જનતાને આપવાની સેવાઓ અંગેની કામગીરી ખાતાના વડાઓના તંત્ર મારફતે થાય છે.

૨.૭ જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ.

દર્શાવેલ કાર્યો અને પ્રવૃત્તિઓ અંગે ઉપયોગી અને અમલી થઇ શકે તે મુજબના સૂચનો કરવામાં આવે તેમજ સરકાર દ્વારા જાહેર થયેલ નીતિઓ તેમજ યોજનાઓના માળખામાં રહીને ઉદ્યોગીકરણ માટે પ્રયાસો કરવામાં આવે.

૨.૮ લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ તેમજ જાહેર ફરિયાદ માટે ઉપલબ્ધ તંત્ર

વિભાગની વેબસાઇટ ઉપર મુકાયેલ નામ, સરનામે વ્યકિતઓ પત્ર લખીને, ટેલીફોન દ્વારા, ઇમેઇલ દ્વારા કે રૂબરૂ સંપર્કથી સહયોગ માટે સંપર્ક કરી શકે છે. સંબંધિત વ્યકિતઓના પ્રશ્નોના નિવારણ માટે વિભાગની વેબસાઇટ ઉપર ગ્રીવન્સીઝ (Grievances) અંગે વ્યવસ્થા અમલમાં છે. જે દ્વારા સંબંધીત વ્યકિત તેણે કરેલ અરજી હાલ કયાં તબકકે છે તે જાણી શકે છે અને આવશ્યક માહિતી મેળવી શકે છે.

૨.૯ વિભાગનું સરનામું

ઉદ્યોગ અને ખાણ વિભાગ,
સરદાર ભવન, બ્લોક નં.પ,
ત્રીજો અને ચોથો માળ,
સચિવાલય, ગાંધીનગર૩૮૨ ૦૧૦.

૨.૧૦ કચેરીના કામકાજનો સમયઃ

કચેરી શરૂ થવાનો સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે
કચેરી બંધ થવાનો સમયઃ સાંજના ૬:૧૦ કલાકે.