પ્રકરણ ૩ અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૩. ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો.

(૧)હોદ્દોઃ અગ્રસચિવ/સચિવ (ઉ.ખા.), (લ.ઉ.પ્ર.) :

(અ) વહીવટી સત્તાઓ:

 • વિભાગના તેમજ વિભાગના નિયંત્રણ હેઠળના વર્ગ૧ ના અધિકારીઓની પ્રાપ્ત રજા, વાહન પેશગી અન્ય પેશગીઓ ભવિષ્યનીધિમાંથી પેશગી અને ઉપાડ, પેન્શન, ગ્રેજયુઇટી વગેરે મંજૂર કરવા બાબત તથા તેમને લગતી સર્વે મહેકમની બાબતો વિભાગના વર્ગ૨ અને ૩ ના કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા બાબત.
 • વહીવટી નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ રાજય સેવા કમિશનની ભલામણથી સીધી ભરતીથી પસંદગી પામેલ અથવા અન્ય પસંદગી સમિતિઓ અથવા સરકારે નિમેલ બોર્ડ દ્વારા વર્ગર ના (રાજયપત્રિત)અધિકારીઓની નિમણૂંક.
 • વિભાગના નિયંત્રણ હેઠળના વર્ગ૨ ના અધિકારીઓને શિસ્ત ભંગનાં પગલાં, શિક્ષાને લગતા હુકમો કરવા બાબત. સામાન્ય વહીવટ વિભાગના હુકમને આધીન રહીને નોકરીમાં પાછા લેવાની દરખાસ્તો, બદલી, બઢતી અંદરની લાંબા ગાળાની તાલીમની દરખાસ્તો.
 • વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓના વર્ગ૨ ના અધિકારીના સંબંધમાં ૫૦ થી પપ વર્ષ પછી શિસ્તભંગના પગલાં લેવાં. રાજીનામું, નિવૃત્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબત તથા ખાનગી અહેવાલ વિરૂધ્ધની નોંધ સામેની રજૂઆતો.
 • વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓના વર્ગર ના અધિકારીઓની બદલી.
 • વર્ગ૧ અને વર્ગર ના રાજયપત્રિત અધિકારીઓની નોકરીમાં થયેલ તૂટ સાંધવા બાબત.
 • વિભાગ અને વિભાગના નિયંત્રણ હેઠળના અધિકારીઓ, કર્મચારીઓને પાસપોર્ટ અને વીઝા મેળવવા માટે ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) આપવા બાબત.
 • વિભાગના અધિકારીઓને તથા ખાતાના વડાઓને ગુજરાત મુલ્કી સેવા નિયમો૨૦૦૨ હેઠળ રાજય બહાર મુસાફરી કરવા માટેની પરવાનગી.
 • વિભાગના અધિકારીઓને તથા ખાતાના વડાઓને નાણા વિભાગના આદેશો અનુસાર હવાઇ પ્રવાસની મંજૂરી આપવા બાબત.
 • સંયુકત સચિવ, નાયબ સચિવ અને ઉપસચિવના વતન જાહેર કરવાના કેસો.
 • અધિકારીઓને તેમજ શાખાઓને કામની વહેંચણી કરવા બાબત.
 • વિભાગના અધિકારીઓને રહેઠાણના ટેલીફોન મંજૂર કરવા બાબત.
 • અનામી તથા બીજાઓને નામે કરેલી અરજીઓની તપાસ અધિકારીને સોંપવા બાબત.
 • સરકારી વાહનો તથા સામગ્રીના માંડવાળ (રાઇટ ઓફ) કરવા બાબત.
 • ઉપાડ અને ચૂકવણી અધિકારીઓ જાહેર કરવા બાબત.
 • કચેરીના કામકાજના સમય સિવાયના સમય દરમ્યાન કોલેજમાં અભ્યાસ કરવા અંગેની મંજૂરી આપવા બાબત.
 • બદલીની તારીખથી એક વર્ષ સુધી બદલીના સ્થળે જવા, બદલી થયેલા સરકારી કર્મચારીના કુટુંબ માટે ઠરાવેલી સમય મર્યાદામાં છૂટછાટ આપવા બાબત.
 • વર્ગ૧ ના અધિકારીઓને સામાન્ય ભવિષ્યનિધિમાંથી પેશગી, મોટર સાયકલ પેશગી, મકાન બાંધકામ પેશગી વગેરે મંજૂર કરવા બાબત.
 • કુટુંબ નિયોજન માટે પ્રોત્સાહન રૂપે ઇજાફો મંજૂર કરવા બાબત.
 • ગુજરાત ગ્રોથ સેન્ટરની વહીવટી બાબતો.
 • નોકરી દરમ્યાન મૃત્યુ પામનાર કર્મચારીના કુટુંબના સભ્યને રહેમરાહે નોકરી આપવા બાબત.
 • ઇન્ડેક્ષ્ટબી ને લગતી સામાન્ય વહીવટી બાબતો જેવી કે, ગ્રાન્ટ છૂટી કરવી વિગેરે.
 • સીઇડીની વહીવટી બાબતો.
 • જીઆઇડીબીને લગતા વહીવટી પ્રઁો બાબત.
 • સરકારી કર્મચારીઓની વસૂલાતની માંડવાળ.
 • બચત સુપ્રત કરવા સંબંધી હુકમ
 • પ્રકીર્ણ આવર્તક ખર્ચ મંજૂર કરવા બાબત.
 • નવી કચેરી અથવા વિદ્યમાન કચેરીઓના વિસ્તરણ માટે રાચરચીલંુ ખરીદી મંજૂર કરવા બાબત.
 • દરેક કિસ્સામાં તેના પોતાના ખાતામાં અથવા તાબાની કચેરીઓમાં સ્ટોર્સની વસૂલ ન થઇ શકે તેવી કિંમત જાહેર નાણા વિગેરે માંડવાળ કરવા બાબત.(નાણા વિભાગના પ્રવર્તમાન નિયમોને આધિન)
 • ખાતાએ અથવા તાબાની કચેરીઓએ રાખેલા હોય તેવા તમામ મકાનોમાં નાણાકીય વર્ષમાં રૂા.૨૫૦૦ સુધીની મકાન માલિક પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો ન હોય ત્યારે પોતાના ખાતાએ અથવા તાબાની કચેરીઓએ રાખેલા ભાડાના અને સંપાદિત કરેલા મકાનોની મરામત અને ફેરફાર મંજૂર કરવા બાબત.
 • કાયમી પેશગી નકકી કરવા બાબત.
 • સચિવાલયના વિભાગમાં વર્ગ૩ અને વર્ગ૪ ના કર્મચારીઓના સબંધમાં મોટી/નાની શિક્ષા કરવા અથવા આવા બીજા પગલા બાબત.
 • વિભાગના અધિકારીઓ તરફથી કાયદાકીય બાબતોના અર્થઘટનના પ્રઁો ઉપસ્થિત થાય તો કાયદા વિભાગ સાથે પરામર્શ.
 • જે કેસોનો નિકાલ કરવા માટે નાયબ સચિવ અથવા ઉપસચિવ સક્ષમ ન હોય તેવા કેસો બાબત.
 • વિભાગ અને વિભાગ હેઠળની કચેરીઓ માટે નવી સ્ટાફકાર, વાહનો ખરીદીની નાણાં વિભાગની મંજૂરી માટેની દરખાસ્તો. (નાણા વિભાગના નિયમોને આધિન)
 • વિભાગ હેઠળના નિગમોના વાર્ષિક આયોજન જોગવાઇઓ.
 • ભારત સરકારને મંજૂરી માટે મોકલવાની થતી કેન્દ્રીય પૂરસ્કૃત યોજનાઓ બાબત.
 • નાગરિક ઉડૃયનને લગતી ગ્રાન્ટની ફાળવણી.
 • સ્ટાર હોટલોના વર્ગીકરણ અંગેની કમિટિની બાબતો.
 • પ્રવાસન નિગમના ખાનગીકરણની નીતિ વિષયક સિવાયની બાબતો.
 • ભૂકંપ સહાય પેકેજની નીતિ વિષયક સિવાયની બાબતો.
 • ગ્રાન્ટ ઇન એઇડ, અનુદાન તથા ફલાઈંગ કલબોને ગ્રાન્ટ આપવાની બાબતો.
 • રાજય, આંતર રાજય, આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર કે જે આઇસી, રાજય સરકાર અને આઇ.ટી.પી.ઓ. નવી દિલ્હી દ્વારા યોજાતા હોય તેની બાબતો.
 • વિભાગ હસ્તકના તમામ બોર્ડ, નિગમો માટે બજેટ, સીએજી પારા, ઓડિટ પારા, સં.સ./ધા.સ.શ્રી સંદર્ભો.
 • બેન્ટોનાઇટ ખનિજની કવોરી લીઝની પૂર્વ મંજૂરી અને પટૃો તાજો કરવાની મંજૂરી પાંચ હેકટર ઉપરના ૧૦ હેકટર વિસ્તાર સુધીના કેસો.
 • ખાતાના વડા અને કચેરીઓના વડાની કચેરીઓના નિરીક્ષણ કાર્યક્રમ નકકી કરવા અંગે.
 • કુદરતી આપત્તિની નીતિ વિષયક સિવાયની બાબતો.

(બ) અગ્રસચિવની નાણાંકીય સત્તાઓ. (નીચેની વિગતો નાણા વિભાગના પ્રવર્તમાન નિયમોને આધિન રહેશે.)

 • અંદાજપત્રીય અનુદાન અને પુનઃ વિનિયોગની વહેંચણી અને પુનઃ વહેંચણી.
 • બાંધકામ માટે નાણાંનો પુનઃ વિનિયોગ.
 • રૂા.૫૦,૦૦૦ સુધીના ખાતાકીય મહેસુલની બિન વસુલાત પાત્ર બાબતોની માંડવાળ.
 • વાહનોને નકામા ગણી કાઢવા માટે તેમજ નિરૂપયોગી ચીજવસ્તુઓનો નિકાલ કરવા અંગે.
 • ૧૦,૦૦,૦૦૦/ સુધીની મર્યાદામાં સરકારી મકાનોમાં સુધારા વધારા કરવા.
 • સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાની અથવા ઇજાફાની બાકી રકમ માટેના હકક દાવા.
 • હુકમનામાની બાકી રકમની ચુકવણીને મંજૂરી આપવા.
 • જાહેર અને સમાવતી ટ્રસ્ટના ખર્ચને તેમજ તેમણે વ્યવસ્થા કરેલ નાણાં ભંડોળને મંજૂરી આપવી તે.
 • આકસ્મિક ખર્ચમાંથી જેમને પગાર અપાતો હોય તેવા કર્મચારી વર્ગને રોજગાર.
 • મોટરકાર અને જીપની મરામત (છુટા ભાગોની કિંમત સહિત).
 • ટાઇપરાઇટરો ભાડે રાખવાની સત્તા.
 • ખાનગી એજન્સીઓ મારફત કરવામાં આવતું મુદ્રણાલય અને બાંધણીકામ.
 • કાયમી પેશગી મંજૂર કરવાની સત્તા.
 • પરિવહન ખર્ચ કર્મચારી વર્ગનું પ્રવાસ ભથ્થું, આકસ્મિક ખર્ચ વિગેરે સહિત પ્રદર્શનો અંગેનું ખર્ચ મંજૂર કરવા અંગેની સત્તા.
 • પરચૂરણ ખર્ચ મંજૂર કરવાની સંપૂર્ણ સત્તા.

(૨) હોદ્દોઃ નાયબ સચિવ

(અ) વહીવટી સત્તાઓઃ

 • વિભાગના નિયંત્રણ હેઠળની બિન રાજયપત્રિત કર્મચારીઓના પેન્શન કેસો તેમજ સામાન્ય નિયમોની અવગણના થતી ન હોય તો વિભાગના રાજયપત્રિત અધિકારીઓના પેન્શન મંજૂર કરવા બાબત.
 • વિભાગના વર્ગ૩ ના કર્મચારીઓની બદલી, રજા અને પેન્શન વગેરે મહેકમને લગતી બાબતો અને અન્ય મહેકમને લગતા પ્રઁો.
 • સરકારી કામકાજ માટે મળેલ મીટીંગમાં આપવામાં આવતા ચા,કોફીના ખર્ચાને મંજૂરી.
 • વર્ગ૧ અને વર્ગર ના અધિકારીઓની અન્યત્ર નોકરી માટેની અરજીઓ મોકલવા બાબત.
 • જૂથ વીમા યોજનાના નાણાની ચૂકવણી કરવા બાબત.
 • ઓડીટ વાંધાઓ અને હિસાબો મેળવવા વગેરે
 • ગુજરાત મુલ્કી સેવા, શિસ્ત અને વર્તણુંક)ના નિયમો હેઠળ સરકારને કરેલ વહીવટી અપીલોની સુનાવણી.
 • વિભાગના વર્ગ૩ ના કર્મચારીઓની બદલી.
 • સચિવાલયના બીજા વર્ગના અધિકારીઓની રજા મંજૂર કરવા બાબત.
 • ઉદ્યોગ અને ખાણ વિભાગના બિન રાજયપત્રિત કર્મચારીઓને પ્રતિનિયુકિત પર મોકલવા બાબત.
 • તાંત્રિક અને બિન તાંત્રિક અધિકારીઓના ડીમડેટના આધારે પગાર સ્ટેપઅપ કરવા તથા ઇજાફાની તારીખ એડવાન્સ કરવા અંગેના પગાર ફીકસેશનના કેસો બાબત.
 • વર્ગર ના અધિકારીઓની અન્યત્ર નોકરી માટેની અરજીઓ મોકલવા બાબત.
 • વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓની કચેરીના વર્ગ૧ ના અધિકારીઓના ખાનગી અહેવાલ જાળવવા બાબત.
 • વિભાગની હંગામી જગ્યાઓને ચાલુ રાખવા તેમજ કાયમી જગ્યામાં ફેરવવા બાબત.
 • જે કેસોના નિકાલ કરવા ઉપસચિવ સક્ષમ ન હોય તેવા કેસો અને ખાતાકીય તપાસ અંગેના કેસો
 • વર્ગર ના અધિકારીઓ માટે ખાતાકીય પરીક્ષા
 • વર્ગ૩ ના કર્મચારીઓને પપ વર્ષ બાદ નોકરીમાં ચાલુ રાખવાની દરખાસ્તો.
 • રાજયપત્રિત અધિકારીઓને નોકરી, આવક વિગેરે બાબતના પ્રમાણપત્રો આપવા બાબત.
 • બિન રાજયપત્રિત કર્મચારીઓના પગાર નકકી કરવા બાબત.
 • પ્રવર્તમાન નિયમોને આધિન રહીને ફી અને માનદ્વેતન મંજૂર કરવા અંગે.

(બ) નાણાકીય સત્તાઓઃ(નીચેની સત્તાઓ નાણા વિભાગના પ્રવર્તમાન નિયમોને આધિન રહેશે.)

 • વિભાગના વર્ગ૩ અને વર્ગ૪ ના કર્મચારીઓને ખાસ કિસ્સામાં જનરલ પ્રો.ફંડમાંથી પેશગી એડવાન્સ તથા અન્ય તહેવારો પર ફેસ્ટીવલ એડવાન્સ મંજૂર કરવાની દરખાસ્તો.
 • રૂા.૫૦૦૦ સુધીની કિંમતના ડેડસ્ટોક ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓના વેચાણથી અથવા અન્ય રીતે નિકાલ કરવા બાબત.
 • વિભાગ માટે સ્ટેશનરીની ખરીદી કરવા અંગે.
 • વધારાનો ચાર્જ સંભાળવા માટે ચાર્જ એલાઉન્સ મંજૂર કરવું.
 • વાહન, ઝેરોક્ષ મશીન તેમજ રીસોગ્રાફના વીજાણુ મશીનના ઉપકરણોના રીપેરીંગ અંગેની કામગીરી.

(૩)હોદ્દોઃ ઉપસચિવ

(અ) વહીવટી સત્તાઓઃ

 • ત્રીજા વર્ગના કારકુન સંવર્ગના અને ચોથા વર્ગના કર્મચારીઓને લગતી મહેકમની બધી બાબતો જેવી કે, વિભાગમાં નિમણૂંક, બદલીઓ, રજા, પેન્શન વગેરે.
 • સેવા અને પગારના નિયમોના અર્થઘટન માટે નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને મોકલવાના જરૂરી કેસો.
 • વિભાગ(ખુદ)ને લગતી મહેકમની અન્ય તમામ બાબતો, જેમાં નાયબ સચિવની મંજૂરીની આવશ્યકતા ન હોય તે.
 • વિભાગના શાખા નિરીક્ષણ કાર્યક્રમ, ટેબલ નિરીક્ષણ કાર્યક્રમ બહાર પાડવા અને તેનો અમલ કરવા અંગે.
 • વિભાગના નિયંત્રણ હેઠળની કચેરીઓની અનામત જગ્યાઓ અંગેની માહિતી મોકલવા બાબત.
 • વિભાગ માટે પુસ્તકોની ખરીદી કરવા અંગે.
 • મુકરર કરેલ નમૂનાઓના પત્રકો છપાવવા બાબત.
 • અંદાજપત્રની દરખાસ્તો/પત્રકો, સુધારેલ અંદાજો અને પૂરક માંગણી નાણા વિભાગને મોકલવા બાબત.
 • બિનરાજયપત્રિત કર્મચારીઓને સામાન્ય નિયમોનુસાર ખાતાકીય પરીક્ષાના હિન્દી પરિક્ષાઓ તથા પ્રાદેશિક ભાષાને લગતી પરીક્ષાઓમાં બેસવા દેવાની પરવાનગી આપવા તથા તેની અન્ય બાબતો.
 • કર્મચારીઓના ઇજાફા મંજુર કરવા બાબત.
 • સરકારી કર્મચારીઓના ખાનગી અહેવાલ અને તેને આનુશાંગિક બાબતો.
 • વિભાગના બિનરાજયપત્રિત કર્મચારીઓને નોકરી, આવક, ના વાંધા પ્રમાણપત્ર આપવા બાબત.
 • વ્યવસ્થા અને કાર્યરીતિ તેમજ વહીવટી સુધારણાને લગતી બાબતો.
 • હિસાબનું મેળવણું.
 • નવેસર નિમણુંક કરવામાં આવેલ સરકારી કર્મચારીઓને દાકતરી તપાસ અને પૂર્વ ઇતિહાસ તથા ચારિત્ર્ય અંગે ખરાઇ.
 • વિભાગની સ્ટાફકારની નિભાવણી અને દુરસ્તી માટે વાર્ષિક રૂા.૫૦૦૦ થી વધુ નહી તેટલા આવર્તક અને રૂા.૧૦૦૦૦ થી વધુની તેટલા અનાવર્તક ખર્ચને લગતી નાણાકીય દરખાસ્તો.
 • વર્ગ૩ અને વર્ગ૪ને વધારાની જગ્યા સંભાળવા બાબત અંગે ચાર્જ એલાઉન્સ મંજુર કરવા અંગે.

(બ) નાણાંકીય સત્તાઃ (નીચેની સત્તાઓ નાણા વિભાગના પ્રવર્તમાન નિયમોને આધિન રહેશે.)

 • રૂા.૨૫૦૦૦ સુધીના મકાન બાંધકામના ખર્ચને વહીવટી મંજૂરી આપવાની દરખાસ્ત નાણાં વિભાગના વખતો વખતના નિયમોનુસાર.
 • રૂા.૫૦૦૦ સુધીના આવર્તક ખર્ચની દરખાસ્તોના કેસો અને રૂા.૧૦૦૦૦ સુધીના અનાવર્તક ખર્ચની દરખાસ્તો નાણા વિભાગના વખતો વખતના નિયમોનુસાર.
 • વાહન, ટાઇપરાઇટર, કોમ્પ્યુટર, ફર્નિચર વગેરેની નિયમોનુસારની ખરીદી વિગેરેની બાબતો.
 • વર્ગ૩ના પગાર નકકી કરવા બાબત તેમજ તેને સંબંધિત લેણી રકમના પગાર અને ભથ્થાની ચૂકવણી બાબતો.
 • વર્ગ૪ના કર્મચારીઓને ધુલાઇ ભથ્થંુ, ગરમ કાપડ, સુતરાઉ કાપડ, રેઇન કોટ અને છત્રી તેમજ પોષાક પૂરા પાડવા બાબત.

હોદ્દો : સેકશન અધિકારી

શાખાને ફાળવેલ કામગીરી અંગે તેઓના હસ્તકના કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે રજૂઆત થયે કામગીરી સમયસર પૂર્ણ થાય તે જોવું તેમજ અગત્યની બાબતો સ્વયં હાથ ધરી તે સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવું.

હોદ્દો : નાયબ સેકશન અધિકારી

તેઓને સોંપાયેલ બાબતો પરત્વે સરકારના પ્રવર્તમાન નિયમો અને નીતિ મુજબ ચકાસણી કરી દરખાસ્તો સરકારના નિર્ણય અર્થે રજૂ કરવી.

અધિકારીઓ અને કર્મચારીઓની ફરજોઃ

વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓને તેમને સોંપાયેલ કામગીરી જે તે નિયમોને અને હુકમોને ધ્યાને રાખીને ખંતપૂર્વક બજાવવાની ફરજ છે.વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓને તેમને સોંપાયેલ કામગીરી જે તે નિયમોને અને હુકમોને ધ્યાને રાખીને ખંતપૂર્વક બજાવવાની ફરજ છે.